Vishveshwar Mahadev Temlple, Iqbalgadh, Ta Amirgadh



        અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામની નજીક જુની સરોત્રી ગામે બનાસ નદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મદિર હજારો વર્ષ પુરાણું અત્યંત પવિત્ર અને પ્રાકૃતિક છે.
      
        બનાસ નદીના કિનારે આવેલ આ સ્થળે નદીનો ધીમો પ્રવાહ વહેતો હોય ત્યારે વિશ્વશ્વેરની રમણીયતા વધુ વધી જાય છે. આ પવિત્ર સ્થળે શ્રાવણ માસમાં ભાવિકોની સખત ભીડ રહે છે  આ મંદિરનો હાલમાં જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. આ રમણીય સ્થળે રોજ દુરદુરથી પર્યટકો મોટી સંખ્યામાં પિકનીક મનાવવા આવે છે. આ સ્થળે આવવા માટે ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસ દ્વારા પણ આવી શકાય છે.
  
      આ મંદિર વિશે એવુ કહેવાય છે કે, આ ક્ષેત્રના દંતાણી ક્ષેત્રમાં જયરાજ વડાના ચૌદમી સદીમાં ચંદ્રાવતી નગરીની જાહોજલાલીના સમયમાં આ મંદિરની સ્થાપના થયેલ હોવાનું મનાય છે. દર મહાશિવરાત્રિએ અહી મોટો મેળો ભરાય છે


     ઇકબાલગઢ ગામથી ૫ કીલોમીટરના અંતરે આવેલ છે.