Katavdham, Katav, Ta Bhabhar

આ ધામમાં શ્રી રાધવેન્દ્ર ભગવાનનું મંદિર છે. અને બાજુમાં શ્રી વિશ્વકર્મા મંદિર તથા પરમપુજય આચાર્ય શ્રી ખાખીજી મહારાજ તથા પુજય સદગુરુ શ્રી મથુરદાસની પાવન સમાધિ છે. તથા સદગુરુ મંદિરમાં ખાખીજી મહારાજની ચાખડીઓ, તુલસીની હજારીની માળા તથા સીતારામ મહારાજની પ્રતિમા છે.

      પૂજયશ્રી ખાખીજી મહારાજે આંબલીને જટા બાંધીને રાત્રે ભજન કરતા અને આંબલીને વધવા ન દેતા. બાળ સ્વરૂપે એ ચમત્કારી આંબલી હાલમાં હયાત છે. શ્રી રામમંત્ર મંદિરમાં પાંચ અરબ શ્રી
રામનામ મંત્ર લખીને તેની સ્થાપના કરવામાં આવી છે. તેમા અખંડ સંકિર્તન અને પ્રવચનો થાય છે.
આ ધામની એક વિશિષ્ટતા એ છે કે આ ધામમાં રોજ ભજનભાવ અને ભોજનપ્રસાદ હોય છે. બાજુમાં જ સુંદરમજાનું તળાવ પણ છે.


       કટાવધામ ભાભરથી ૧૪ કી.મી.ના અંતરે આવેલ છે.