Jesor Rinchh Abhayaran, & Kedarnath Mahadev Temple, Jesor, Ta Amirgadh


             જેસોરનો ૧૮૦,૬૬ ચો.કી. પર્વતીય વિસ્તાર ભારત સરકાર ધ્વારા રીંછોના અભયારણ તરીકે જાહેર થયેલ છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં આવેલા આ વિસ્તારમાં કેદારનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલુ છે. જેસોર પર્વત ૧૦૬૭ મીટરની ઉંચાઇ ધરાવે છે. જેમાં ૭ પર્વતધારો આવેલ છે. જે સાતપઠો તરીકે ઓળખાય છે. અહી વનમાં રીંછ,દીપડા,જંગલીબીલાડી,વરુ,ઝરખ,શહુડી,વાંદરા,સસલાં, લોમડી,શિયાળ, નાર, નીલગાય જેવા વન્ય પ્રાણી તેમજ અનેક સરીસૃપ અને લગભગ ૨૦૦ જેટલી જાતના પક્ષીઓ મુકતપણે વિચરણ કરે છે. આ સ્થળે વનવિભાગ તરફથી રહેવાની તથા જમવાની પણ સગવડ ઉપલબ્ધ છે. 


     પર્વત પર આવેલા કેદારનાથ મહાદેવના મંદિર પાસેના પર્વતમાંથી સતત પાણી વહે છે.મંદિર પાસે ગંગા-જમના નામના બે કુંડ આવેલા છે. જેમાં બારે માસ પાણી રહે છે. ૧૫૦૦ ફુટની ઉંચાઇએ આવેલ આ કેદારનાથ મહાદેવનું મંદિર મહાભારત યુગનું છે. ર્ડા.બી.એમ.વિશ્વનાથના અહેવાલમાં નોંધ્યા મુજબ આ મંદિરનો ઇતિહાસ પાંચ હજારથી સાત હજાર વર્ષ પુરાણો છે. આ રમણીય કુદરતી સ્થળ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે.


          જેસોરની નજીક અમીરગઢની હદ પુરી થયે ચંદ્રાવતી નામે પૌરાણિક નગરી હતી.
જેના ખંડેર આજે પણ જોઇ શકાય છે. જેસોરના રસ્તે બાલુન્દ્રા પાસે બનાસ નદીના કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.   
    
        જેસોર રીંછ અભ્યારણ ઇકબાલગઢ હાઇવે રોડથી ૮ કી.મી.ના અંતરે આવેલ છે.