Gangeshvar Mahadev Temple, Hathidra, Ta Palanpur.

               
        હાથીદ્રા ગામે ગંગેશ્વર મહાદેવનું ઐતિહાસિક તેમજ પૌરાણિક મંદિર આવેલ છે. પ્રાકૃતિક સૌંદર્યતા  અને પહાડોની હારમાળાની કોતરણીની ગુફામાં આ મંદિરના શિવલીંગની સ્થાપના કરવામાં આવી છે. ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં એક નદી પણ વહે છે.  આ સ્થળે દર વર્ષે લોકમેળો ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોના લોકો ભાગ લે છે. બાજુમાં ચેકડેમ અને પંચવટી બગીચો આવેલ છે તેથી વધુ પ્રાકુતિક સોંદર્ય લાગે છે.


લોકમાન્યતા અનુસાર ત્રેતાયુગમાં ભગવાન રામના સમકાલીન મહાઋષિ ચ્યવનનો અહીં
આશ્રમ આવેલ હતો. દ્વાપર યુગમાં પાંડવો જયારે વનવાસકાળમાં હતા ત્યારે નિત્ય શિવપુજનનો નિયમ હોવાથી અહીયા શિવાલયની સ્થાપના કરી. આ શિવાલય ત્રિવેણી સંગમ ગંગાના કિનારે હોવાથી આ સ્થળનું નામ હર ગંગેશ્વર નામ આપવામાં આવ્યુ.


 પાલનપુરથી ૨૧.૪ કી.મી.ના અંતરે આવેલ છે.