Dantiwada Dem, Dantiwada, Ta Dantiwada

         દાંતીવાડા ગામ પાસે બનાસ નદી પર ૧૯૬૫માં ખેતી અને પૂરથી બચવા માટે બંધ બાંધવામાં આવ્યો છે. હાલમાં આ બંધને કુલ ૧૧ દરવાજા છે. તે વખતે ડેમની ઊંચાઈ ૬૧ મીટર અને લંબાઈ ૪૮૩૨ મીટર છે. કુલ કેપેસિટી ૯૦૭.૮૮. એમસીએમ છે. બનાસકાંઠા તથા પાટણ જીલ્લાના ૧૧૧ ગામોને આ બંધના પાણીનો લાભ મળે છે. બંધ તેમજ તેની આજુબાજુનો વિસ્તાર રમણીય છે.  તેમજ નજીક બીજમાસર માતાનું પુરાણુ મંદિર તથા સરદાર પટેલ કૃષિ દાંતીવાડા યુનિવર્સીટી પણ આવેલ છે.

       દાંતીવાડા ડેમના કુદરતી સોંદર્યના લીધે પ્રખ્યાત છે તેથી હજારોની સંખ્યામાં લોકો ડેમ જોવા આવે છે. ૧૯૭૩ માં દાંતીવાડા ડેમ તૂટી ગયો હતો પછી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. ડેમ બાંધવાનું કામ ૧૯૫૮માં ચાલુ કર્યું અને ૧૯૬૫માં પૂરું થયું હતું.

     દાંતીવાડા ડેમ પાલનપુરથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલ છે.