Balaram Mahadev Temple, Balaram, Ta Palanpur

    
        બનાસકાંઠાના કાશ્મીર તરીકે ઓળખાતુ રમણીય સૌંદર્યધામ એટલે બાલારામ.આ કુદરતી સ્થળ યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે. અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે શ્વેત આરસ પહાણમાંથી કંડારેલા આ મંદિર પાસે ડુંગરમાં થી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે અહર્નિશ (સતત) શિવલિંગ ને જળાભિષેક કરી રહયુ છે.

        બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ. હાલમાં મહાદેવનું ભવ્ય નવીન મંદિર બાંધવામાં આવ્યુ છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે. તેમાં છેલ્લા સોમવારે અહી મોટો મેળો ભરાય છે. ઝાડી, પાણીનો ધરો તથા ધીમા ધીમા વહેતા ઝરણાને કારણે અહી ભાવિકો મોટી ઉજાણી અર્થે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. ગંગાસાગર તળાવ પણ આવેલા છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. બાજુમાં બાલારામ પેલેસ પણ આવેલ છે.

        પાલનપુરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલ છે.